જાફરાબાદ ખાતે કોળી સમાજની વાડીમાં તળપદા કોળી સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો. દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શૈક્ષણિક ક્ષેત્રમાં પ્રગતિ કરનાર વિદ્યાર્થી ભાઈ-બહેનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. અભ્યાસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તળપદા કોળી સમાજ દ્વારા આયોજિત આ વિદ્યાર્થી સન્માન સમારંભને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ પ્રતિનિધિ પ્રફુલભાઈ બારૈયા, મનહરભાઈ બારૈયા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઇ શિયાળ, જીવનભાઈ બારૈયા, મનોજભાઈ ચુડાસમા, કમલેશભાઈ બારૈયા તેમજ સમાજના શ્રેષ્ઠિઓ અને સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.