અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ (નર્મદા સિમેન્ટ જાફરાબાદ વર્કસ)ના સક્રિય પ્રયાસે બાબરકોટ ગામમાં નવું પુસ્તકાલય શરૂ કરવામાં આવ્યું. કંપનીના ઉચ્ચ અધિકારીઓ જેવા કે યુનિટ હેડ અનિલ શુક્લા,
પી.આઈ. ઇસરાણી, વિકાસ વર્મા, રાજેન્દ્ર ગોયલ અને વિનીત રાણાએ સંયુક્ત રીતે પુસ્તકાલયનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે ગામના આગેવાનો અને સ્થાનિક યુવાનો ઉપસ્થિત રહ્યા. કંપનીના અધિકારીઓએ યુવાનોને શિક્ષણ અને સ્વાસ્થ્યના મહત્વ પર ભાર મૂક્યો હતો. પી.આઈ.એ યુવાનોને કઠિન મહેનત અને સમર્પણના મંત્ર આપ્યા. આ પુસ્તકાલય સ્થાનિક યુવાનોની શૈક્ષણિક આકાંક્ષાઓને વેગ આપશે. તેમજ અલ્ટ્રાટેક કંપનીએ શિક્ષા અને સમાજ વિકાસ માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે.