જાફરાબાદમાં ખાતે વાપાળીયા અને ખંઢેરા વિસ્તારના રહીશો અને ખેડૂતો દ્વારા સુએજ (STP) ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ બંધ કરવા અને તેને અન્ય જગ્યાએ ખસેડવા માટે આજે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. આ પ્લાન્ટની નજીક મોર્ડન સ્કૂલ, ગર્લ્સ હોસ્ટેલ, કોલેજ, આઇટીઆઈ અને રહેણાંક વિસ્તાર આવેલ છે. તેમજ આ પ્લાન્ટની દુર્ગંધ અને કચરાથી આજુબાજુ અનેક લોકોને બીમારી થવાની આશંકા છે. આથી આ પ્લાન્ટને દુર લઇ જવા સ્થાનિકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી વિનંતી કરવામાં આવી હતી. જો આ માગણી નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આ તકે કમલેશભાઈ સાખટ, વિરમબાપુ જાડેજા, યોગેશભાઈ બારીયા, પાંચાભાઇ પટેલ, અજીતભાઈ બારીયા, ભીમભાઈ તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.