જાફરાબાદ શહેરમાં રહેતા અને ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતા ૨૪ વર્ષીય હર્ષ મકવાણાનું હાર્ટએટેક આવતા મોત નિપજ્યું છે. આ યુવક ટીઆરબીમાં ફરજ બજાવવાની સાથે પોલીસ ભરતીની પણ તૈયારી કરી રહ્યો હતો. બનાવની વિગત એવી છે કે, હર્ષ જાફરાબાદથી વાપાળીયા વિસ્તાર તરફ ચાલવા (વોકિંગ) માટે ગયો હતો ત્યારે અચાનક તેને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. જેથી તેને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જોકે, રાજુલા હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ તેનું મોત થયું હતું.







































