અમરેલી જિલ્લામાં અપમૃત્યુના વધુ બે બનાવ પોલીસ ચોપડે નોંધાયા હતા. મૂળ ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લાના શાહઝાદપુરના અને હાલ જાફરાબાદમાં રહેતા રાજેન્દ્રકુમાર અમૃતલાલ પૌલ (ઉ.વ.૨૬)એ જાહેર કર્યા મુજબ, તેમના પત્ની કાજલબેન સાથે જમવાનું બનાવવા બાબતે ઝઘડો થયો હતો. જે વાતનું લાગી આવતાં સાડી વડે ગળાફાંસો ખાઈ લેતાં મરણ પામ્યા હતા. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ જે.આર. ભાચકન વધુ તપાસ કરી રહ્યા છે. રાજુલાના નવાગામ (મેરીયાણા)ના અમીતભાઈ રાજુભાઈ સરવૈયા મકાનના ધાબા પરથી પડી જતાં મોઢાના ભાગે માથામાં તથા ડાબા ગાલના ભાગે ગંભીર ઈજા થતાં મરણ પામ્યા હતા. રાજુલા પોલીસ સ્ટેશના એેએસઆઈ જે.વી. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.