જાફરાબાદ નગરપાલિકા પ્રમુખ રવીનાબેન બારૈયાના અધ્યક્ષસ્થાને અમરેલી જિલ્લા મહિલા અને બાળ કચેરી દ્વારા કાયદાકીય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં જાફરાબાદ સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજની વિદ્યાર્થિનીઓ સહિતની મહિલાઓને મહિલાલક્ષી વિવિધ યોજનાઓ, વન સ્ટોપ સેન્ટર, મહિલા સહાયતા કેન્દ્ર, અને ઁર્જીૐ છષ્ઠં ૨૦૧૩ સહિતના કાયદાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનોને હેન્ડબેગ અને કાયદાકીય માર્ગદર્શન પુસ્તિકાનું વિતરણ પણ કરાયું. જિલ્લા મહિલા બાળ અધિકારી કણઝારિયા અને એડવોકેટ અરવિંદભાઈ ખુમાણ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.