અમરેલી જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પોલીસે બાતમીના આધારે રેડ પાડી એક લક્ઝરી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્‌યો હતો. સફેદ કલરની વોક્સવેગન પોલો કારમાં દમણ અને દીવ નિર્મિત દારૂનું વહન કરી રહેલા શખ્સને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો.
મળતી વિગતો મુજબ, પોલીસને બાતમી મળી હતી કે એક સફેદ કલરની વોક્સવેગન પોલો કાર (રજી. નં. GJ-૦૬-HD-૧૦૯૭) માં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી રેઈડ પાડતા કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૪૩ બોટલો મળી આવી હતી.
પોલીસ તપાસમાં કારમાંથી દારૂની વિવિઝ બ્રાન્ડની ૪૩ બોટલો મળી હતી. કાર, મોબાઈલ, દારૂની બોટલો મળી કુલ રૂ.૨,૧૩,૩૮૪નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. જિલ્લામાંથી ૯ ઈસમો કેફી પીણું પીને ફરતી હાલતમાં મળી આવ્યા હતા.