જાફરાબાદ વન્યજીવ રેન્જના કાર્યક્ષેત્ર હેઠળ ટીંબી રાઉન્ડની હેમાળ બીટમાં આવેલા હેમાળ ગામે રાજુલા-ઉના નેશનલ હાઇ-વે પર તા.૦૪/૦૧/૨૦૨૫ રાત્રે અમદાવાદના રહેવાસી રવિભાઈ કનુભાઈ ભરવાડ, ઉ.વ-૨૩ દ્વારા ત્રણેક વર્ષની સિંહણને સ્વીફટ મોટર GJ-27-AP-7798ને પુરપાટ ઝડપે ચલાવીને અડફેટે લઇ ગુનો આચરેલ હતો અને પછી આરોપી ફરાર થઈ ગયેલ, જે અંગે તપાસ કરીને આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડેલ. આરોપી સામે કાયદા મુજબ ગુનો નોંધીને જાફરાબાદની મે. જ્યુડીશયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટક્લાસની કોર્ટમાં રજૂ કરેલ. કોર્ટે આરોપીના જામીન નામંજૂર કરતા તેને જિલ્લા જેલ હવાલે કરવામાં આવેલ હતો.