હિંડોરણા ગામે જાફરાબાદ રોડ ઉપર આવેલ વિવિધ ગેરેજમાં રિપેરિંગ માટે રાખવામાં આવેલા ત્રણ ટ્રકોને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ચોરીમાં તસ્કરોએ ટ્રકની બેટરીથી સેલેપ સુધીના કિંમતી કોપર વાયરની ચોરી કરી હતી. આઈ શ્રી ખોડીયાર ગેરેજમાં ટ્રકમાંથી આશરે ૧૦ ફૂટ કોપર વાયરની ચોરી થઈ હતી. ભારત કમાન ગેરેજમાં પાર્ક કરેલા બીજા ટ્રકમાંથી પણ બેટરીથી સેલેપ સુધીનો ૧૦ ફૂટનો કોપર વાયર ચોરાયો હતો. જ્યારે કર્મદીપ ઓટો ગેરેજમાં રહેલા ટ્રકમાંથી પણ ૧૦ ફૂટનો કોપર વાયર અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ગયો હતો. આમ, એક જ રાતમાં ત્રણેય ગેરેજમાંથી કુલ રૂપિયા ૧૫,૦૦૦ ની કિંમતના કોપર વાયરની ચોરી કરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તસ્કરોના ત્રાસથી ગ્રામજનો હેરાન થઈ ગયા છે.રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી જે કાતરીયા વધુ તપાસ કરી રહ્યા છે.







































