જાફરાબાદ શહેરના લાઈટહાઉસ રોડ પાસે આવેલા સ્મશાનગૃહના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ નવા રોડના નિર્માણથી સ્મશાનગૃહ સુધી પહોંચવું સરળ બનશે. સ્મશાનગૃહના રોડના પ્રશ્ન અંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને રજૂઆત કરવામાં આવી હતી.ધારાસભ્યને ફાળવેલી ગ્રાન્ટમાંથી આ રોડના નિર્માણનો પ્રશ્ન હલ કરવામાં આવ્યો છે. જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ પ્રફુલભાઈ બારૈયા અને ભાવેશભાઈ સોલંકીના હસ્તે આ ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.સદસ્યો જયેશભાઈ ઠાકર, કિરીટભાઈ જોશી, હર્ષદભાઈ મહેતા, કનુભાઈ મશરૂ તેમજ સમગ્ર અન્ય સમાજ અને નગરપાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.