જાફરાબાદના ભાડા ગામે સાત મહિના પહેલા થયેલી બોલાચાલીના મનદુઃખમાં હુમલો કરવામાં આવ્યો હતો. યુવકને માથામાં ત્રણ ટાંકાની ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ગૌતમભાઇ ધીરુભાઇ બાંભણીયા (ઉ.વ.૨૦) એ અશ્વીનભાઇ કુચાભાઇ, અશોકભાઇ કુચાભાઇ તથા વિજયભાઇ લાલાભાઈ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આજથી સાત મહિના પહેલા આરોપી સાથે બોલાચાલી થઈ હતી. જે અંગે તેમની માતાને આરોપીઓ ગાળો આપી બોલાચાલી કરતા હતા. તેમણે આમ કરવાની ના પાડતા માથામાં લોખંડની પાઈપ મારતા ત્રણ ટાંકાની ઈજા થઈ હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી.એલ. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.