જાફરાબાદના બલાણા નજીક વઢેરા રોડ પર બાઈક બળદ સાથે અથડાતા ૭ વર્ષીય બાળકને ગંભીર ઈજા થતા મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકોને ઈજા પહોંચી હતી. જાફરાબાદના સામાકાંઠા વિસ્તારમાં રહેતા સુરેશ નાથાભાઈ સોલંકી, ગોપાલભાઈ બાબુભાઈ સોલંકી અને ક્રિપાલ ગોપાલભાઈ સોલંકી બાઈક નંબર જીજે-૧૪-બીએસ-૯૮૩૩માં સરકેશ્વર મહાદેવ મંદિરેથી દર્શન કરી પરત જાફરાબાદ તરફ આવી રહ્યા હતા. ત્યારે બલાણા-વઢેરા ગામ વચ્ચે રોડ પર બાઈક આડે બળદ આવતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ૭ વર્ષિય ક્રિપાલ સોલંકીને ગંભીર ઈજા થતા તેનું મોત નિપજ્યું હતું. આ ઉપરાંત સુરેશ નાથાભાઈ સોલંકી અને ગોપાલ બાબુભાઈ સોલંકીને પણ ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.