ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, સરમણભાઈ બારૈયાના સતત પ્રયાસોને કારણે
જાફરાબાદના માછીમાર યુવાન જશવંત બારૈયા (ઉં.વ. ૨૩)નો મૃતદેહ દીવ અને જાફરાબાદના દરિયા વચ્ચેથી મળી આવ્યો છે. જશવંત, જે ‘આણંદ સાગર’ નામની બોટનો ખલાસી હતો, તે ગત ૨૩/૧૧ના રોજ લાપતા થયો હતો. તેની શોધખોળ માટે રાજ્ય કક્ષાના મંત્રી પુરષોત્તમભાઈ સોલંકી, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, અને કોળી સમાજના અગ્રણી સરમણભાઈ બારૈયાના પ્રયાસોથી મરીન અને અન્ય બોટોની વ્યવસ્થા કરવામાં આવી હતી. સતત પાંચ દિવસની શોધખોળ બાદ આજે તેમનો મૃતદેહ મળતાં પરિવાર અને સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. અત્રે નોંધનીય છે કે એક મહિના કરતા વધારે સમયથી જાફરાબાદના દરિયામાં ગુમ થયેલા હજુ ૭ જેટલા માછીમારોના મૃતદેહ મળ્યા નથી ત્યાં વધુ એક માછીમારનો મૃતદેહ મળતા અરેરાટી પ્રસરી જવા પામી છે.



































