જાફરાબાદની અંબાજી નામની માછીમારી બોટ દરિયામાં માછીમારી માટે ગઈ હતી ત્યારે જાફરાબાદથી લગભગ ૭૦ કિલોમીટર દૂર ખલાસી કૌશિક બાલુભાઈ સોલંકી (ઉંમર ૨૦) અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ થતાં જ પીપાવાવ કોસ્ટ ગાર્ડની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી અને ખલાસીને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યો હતો.








































