જાફરાબાદ તાલુકાનાં ટીંબી ગામે રેવન્યુ તલાટી મંત્રી રૂ.૧૦ હજારની લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. એક જાગૃત નાગરિકને જમીનનું એકત્રીકરણ કરી જમીનનાં અલગ અલગ ખાતાઓ કરી આપવાના બદલામાં રેવન્યુ મંત્રી પ્રવિણ માયડાએ રૂ.૧૦ હજારની લાંચની માંગણી કરેલ હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનાં ટોલ ફ્રી નં.૧૦૬૪ પર ફરિયાદ કરતા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન આરોપી સબબ કામ માટે વાતચીત કરી લાંચ લેતા એસીબી દ્વારા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.