ગુજરાતના અગ્રણી સાહિત્યકાર કાલિન્દી પરીખને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ચોથીવાર પુરસ્કૃત કરવામાં આવ્યા છે. કાલિન્દી પરીખને પ્રૌઢ વિભાગમાં ૨૦૨૪માં પ્રગટ થયેલા સંશોધન-ભાષા વ્યાકરણ સ્વરૂપના તેમના પુસ્તક ‘ભારતીય નારી સંતોનું કાવ્યાનશ’ માટે પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે. અગાઉ તેમને ત્રણ વાર પારિતોષિક પ્રાપ્ત થયેલ છે. તેમણે કવિતા, વાર્તા, નવલકથા, અનુવાદ, સંશોધન, સંપાદન, નિબંધ, પ્રવાસ, બાળ સાહિત્ય સહિતના તમામ પ્રકારના સાહિત્યમાં પ્રદાન આપ્યું છે. તેમના ૩૦થી વધુ પુસ્તકો પ્રકાશિત થયા છે. કવિ સંમેલનોમાં કાવ્ય પઠન ઉપરાંત અનેકવિધ સંસ્થાઓ દ્વારા તેમના વ્યાખ્યાનો ગોઠવવામાં આવે છે. તેઓ વક્તા પણ છે.









































