આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને ફરી એકવાર રાજ્યના રાજકારણમાં ગરમાવો અનુભવાઈ રહ્યો છે.ત્યારે દેશના જાણીતા ગાયક કલાકાર મનહર ઉધાસ ભાજપમાં જોડાયા છે
સુત્રોના જણાવ્યા અનુસાર જેઓ આજે સાંજે ૪ઃ૦૦ કલાકે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિધિવત રીતે ભાજપમાં જાડાયા છે ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં તેઓ ભાજપનો ખેસ ધારણ કર્યો છે .મનહર ઉધાસનો જન્મ જેતપુર ખાતે થયો હતો અને તેમનું મૂળ વતન રાજકોટ પાસેનું ચરખડી ગામ છે.જેમના બંને ભાઈઓ પંકજ ઉધાસ અને નિર્મલ ઉધાસ પણ ગીત-સંગીતકાર તરીકે ખૂબ જ પ્રસિદ્ધ છે.
મનહર ઉધાસના તમામ ગુજરાતી આલ્બમ્સના નામ અથી શરૂ થાય છે,જે તેમની એક વિશેષતા કહી શકાય છે.મનહર ઉધાસે બોલિવુડના મોટાભાગના સંગીતકારો સાથે કામ કર્યું છે તથા અનેક ફિલ્મી કલાકારોના પાર્શ્વ ગાયક તરીકે ગીતો ગાયા છે.તેમણે હિન્દી,ગુજરાતી,પંજાબી,બંગાળી અને બીજી ભાષાઓની ૩૦૦થી વધુ ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે.આમ અત્યારસુધીમાં તેમના ૬૦ આલ્બમો બહાર પડ્યા છે.