સુપ્રીમ કોર્ટના બીજા સૌથી સિનિયર જજ જસ્ટિસ સંજીવ ખન્ના દેશના આગામી ચીફ જસ્ટિસ હશે. વર્તમાન ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે જસ્ટિસ ખન્નાને આગામી સીજેઆઈ બનાવવા કેન્દ્ર સરકારને ભલામણ કરી છે. જા કેન્દ્ર સરકાર આ ભલામણને સ્વીકારે છે, તો જસ્ટિસ ખન્ના ૧૦ નવેમ્બરે ઝ્રત્નૈં તરીકે કાર્યભાર સંભાળશે. વર્તમાન ન્યાયમૂર્તિ ચંદ્રચુડ એ જ દિવસે નિવૃત્ત થઈ રહ્યા છે. જસ્ટિસ ખન્નાનો કાર્યકાળ ૨૩ મે, ૨૦૨૫ સુધી રહેશે. એટલે કે તેઓ લગભગ સાડા છ મહિના સુધી આ પદ પર રહેશે.
કેન્દ્ર સરકારે, સ્થાપિત નિયમો હેઠળ, ગયા શુક્રવારે સીજેઆઇને તેમના અનુગામીનું નામ સૂચવવા વિનંતી કરી હતી. જેના જવાબમાં ચીફ જસ્ટિસ ચંદ્રચુડે આ ભલામણ કરી છે. જસ્ટિસ સંજીવ ખન્ના ભારતીય ન્યાયતંત્રમાં તેમની નિષ્પક્ષતા અને કાનૂની વિદ્વતા માટે જાણીતા છે. સુપ્રીમ કોર્ટમાં બઢતી પહેલા તેઓ દિલ્હી હાઈકોર્ટના જજ રહી ચૂક્યા છે. તેમને ૧૮ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ સુપ્રીમ કોર્ટના જજ બનાવવામાં આવ્યા હતા. જસ્ટિસ ખન્ના સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ હંસરાજ ખન્નાના ભત્રીજા છે.
જસ્ટિસ સંજીવ ખન્નાનો જન્મ ૧૪ મે ૧૯૬૦ના રોજ થયો હતો. સીજેઆઇના પિતા જસ્ટિસ દેવ રાજ ખન્ના પણ દિલ્હી હાઈકોર્ટના જજ તરીકે નિવૃત્ત થયા હતા. તેમની માતા સરોજ ખન્ના એલએસઆર ડીયુમાં લેક્ચરર હતી. અહીંથી જ તેણે શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યું. વર્ષ ૧૯૮૦માં દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી. આ પછી તેણે ડીયુમાંથી કાયદામાં એડમિશન લીધું.
કાયદાનો અભ્યાસ પૂરો કર્યા પછી, તેમણે ૧૯૮૩માં દિલ્હીની બાર કાઉન્સીલમાં એડવોકેટ તરીકે પ્રવેશ મેળવ્યો. શરૂઆતમાં દિલ્હીના તીસ હજારી કેમ્પસમાં પ્રેકટીસ શરૂ કરી. આ પછી દિલ્હી હાઈકોર્ટમાં વિવિધ ક્ષેત્રોમાં પ્રેકટીસ કરી. વર્ષ ૨૦૦૫માં તેઓ દિલ્હી હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે નિયુક્ત થયા હતા. આ પછી વર્ષ ૨૦૦૬માં કાયમી જજ બનાવવામાં આવ્યા હતા.૨૦૦૬ થી ૨૦૧૯ સુધી હાઇકોર્ટમાં ન્યાયાધીશ તરીકે સેવા આપ્યા પછી, ૧૮ જાન્યુઆરી, ૨૦૧૯ ના રોજ તેઓ ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે ઉન્નત થયા હતા.
રિપોર્ટ્સ અનુસાર, જ્યારે જાન્યુઆરી ૨૦૧૯માં જસ્ટિસ સંજીવ ખન્નાને સુપ્રીમ કોર્ટમાં બઢતી આપવામાં આવી હતી, ત્યારે તેમની નિમણૂકને લઈને વિવાદ ઊભો થયો હતો. હકીકતમાં, વય અને અનુભવમાં તેમનાથી વરિષ્ઠ અન્ય ન્યાયાધીશો હોવા છતાં, તેમની સીધી સુપ્રીમ કોર્ટમાં નિમણૂક કરવામાં આવી હતી.રિપોર્ટ્સ અનુસાર, સંજીવ ખન્નાના પિતા સિવાય તેમના કાકા હંસરાજ ખન્ના પણ સુપ્રીમ કોર્ટના જજ રહી ચૂક્યા છે. તેના કાકાએ ઘણા મહત્વના નિર્ણયો આપ્યા હતા. આ સિવાય તેના પિતા દિલ્હી હાઈકોર્ટમાં જજ હતા.