જસદણ ખાતે ભરવાડ-રબારી સમાજ એકતા સંગઠન સમિતિ દ્વારા ભાજપ સંગઠન સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા ભાજપ કાર્યાલયે સમાજના આગેવાનોએ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા સહિત નેતાઓને પત્ર આપ્યો હતો. રજૂઆતમાં જણાવાયું કે સમાજનું મતદાન પ્રભાવશાળી હોવાથી યોગ્ય પ્રતિનિધિત્વ જરૂરી છે. એક જિલ્લા પંચાયત અને પાંચ તાલુકા પંચાયત બેઠકો માટે ટિકિટની માંગ સાથે સંભવિત ઉમેદવારોના નામો પણ રજૂ કરાયા. સંગઠનમાં સમાજને યોગ્ય સ્થાન આપવા પણ માંગ ઉઠી છે.