ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનનું લગ્નજીવન ઘણા સમયથી સમાચારમાં છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ દંપતી છૂટાછેડા લેવા જઈ રહ્યું છે. જ્યારે કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ઐશ્વર્યાના જયા બચ્ચન સાથેના સંબંધો સારા નથી, જેના કારણે તે અભિષેકથી અલગ થઈ રહી છે. પરંતુ આ બધાની વચ્ચે, સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં જયા બચ્ચન તેમની પુત્રવધૂ ઐશ્વર્યા રાયના વખાણ કરતી જાવા મળી રહી છે. એટલું જ નહીં, વીડિયો જાયા પછી ચાહકો સાસુ અને વહુ વચ્ચેના સંબંધોના વખાણ કરતા પણ જાવા મળી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો ૨૦૦૭નો હોવાનું કહેવાય છે જ્યારે જયા બચ્ચન અભિષેક બચ્ચન સાથેના લગ્ન પહેલા ઐશ્વર્યા રાયનું પરિવારમાં સ્વાગત કરતી જાવા મળે છે. ફિલ્મફેર એવોર્ડ્‌સના વીડિયોમાં, જયા બચ્ચન સ્ટેજ પર પહોંચીને એવોર્ડ સ્વીકારતી અને ઐશ્વર્યાની પ્રશંસા કરતી જાવા મળે છે.
જયા બચ્ચન કહે છે, “હું ફરી એકવાર એક અદ્ભુત, સુંદર છોકરીની સાસુ બનવા જઈ રહી છું જેની પાસે મહાન મૂલ્યો, મહાન ગૌરવ અને સુંદર સ્મિત છે. હું તમારું પરિવારમાં સ્વાગત કરું છું, હું તમને પ્રેમ કરું છું” જયા બચ્ચનના શબ્દો સાંભળીને ઐશ્વર્યા રાયની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. જ્યારે અમિતાભ બચ્ચન પણ ભાવુક થતા જાવા મળે છે.
આ પહેલી વાર નથી જ્યારે જયા બચ્ચને ઐશ્વર્યા રાયની પ્રશંસા કરી હોય. અગાઉ કોફી વિથ કરણમાં, જ્યારે જયા બચ્ચનને પૂછવામાં આવ્યું હતું કે શું ઐશ્વર્યા રાય પરિવાર માટે યોગ્ય છે, ત્યારે પીઢ અભિનેત્રીએ કહ્યું હતું કે, “મને એવું લાગે છે. મને લાગે છે કે તે અદ્ભુત છે કારણ કે તે પોતે એક મોટી સ્ટાર છે. પરંતુ જ્યારે આપણે બધા સાથે હોઈએ છીએ, ત્યારે મેં તેને ક્્યારેય પોતાને આગળ ધપાવતા જાયો નથી. મને આ ગુણ ગમે છે, કે તે પાછળ રહે છે, તે શાંત છે, તે સાંભળે છે, અને તે બધું સમજે છે. બીજી એક સુંદર વાત એ છે કે તે ખૂબ સારી રીતે ફિટ થઈ ગઈ છે. ફક્ત પરિવારમાં જ નહીં, પરંતુ તે જાણે છે કે આ પરિવાર છે, આ સારા મિત્રો છે, આ રીતે હોવું જાઈએ. મને લાગે છે કે તે એક મજબૂત મહિલા છે, તેની પાસે ઘણું ગૌરવ છે.”
તમને જણાવી દઈએ કે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્ન વર્ષ ૨૦૦૭ માં થયા હતા. બંનેને એક પુત્રી આરાધ્યા બચ્ચન છે જે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહે છે.