તમિલનાડુમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. દરમિયાન, ભૂતપૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિતાના નજીકના સાથી અને એઆઈએડીએમકેમાંથી હાંકી કાઢવામાં આવેલા વીકે શશિકલાએ રાજકારણમાં તેમના નવા વળાંક વિશે એક મોટું નિવેદન આપ્યું. જયલલિતા (અમ્મા) ના જન્મજયંતિની ઉજવણી દરમિયાન પત્રકારો સાથે વાત કરતા શશિકલાએ કહ્યું, “આજે અમ્માનો જન્મદિવસ છે, અને આ કાર્યક્રમમાંથી સારા સમાચાર આવશે.”
શશિકલાના નિવેદન બાદ, તમિલનાડુના રાજકીય વર્તુળોમાં અટકળો તેજ થઈ ગઈ છે કે તેઓ એક નવા રાજકીય પક્ષની જાહેરાત કરી શકે છે. એઆઇએડીએમકેમાંથી હકાલપટ્ટી બાદ, તેઓ ફરીથી રાજકીય સ્થાન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ કાર્યક્રમ પહેલા, તેમણે એઆઇએડીએમકેના સ્થાપકો એમ.જી. રામચંદ્રન અને જયલલિતાને પુષ્પાંજલિ આપીને પોતાની નિષ્ઠા વ્યક્ત કરી હતી.
૨૦૨૬ ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને શશિકલાની સક્રિયતા મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અપ્રમાણસર સંપત્તિના કેસમાં સજા ભોગવ્યા પછી અને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા પછી, તેઓ હવે ૨૦૨૬ ની ચૂંટણીઓ દ્વારા સત્તામાં પાછા ફરવા માંગે છે. જા શશિકલાએ તેમની નવી પાર્ટીની જાહેરાત કરી, તો તે છૈંછડ્ઢસ્દ્ભ ની પરંપરાગત વોટ બેંકને નોંધપાત્ર રીતે નુકસાન પહોંચાડી શકે છે.
શશિકલાએ ચેન્નાઈમાં તેમના સમર્થકો સાથે એક બેઠક યોજી હતી. તેમના એક સમર્થક અરસને કહ્યું, “અમે ચિન્નામ્માની સાથે છીએ અને ગમે તે હોય તેમને ટેકો આપતા રહીશું. આગામી ૨૦૨૬ની ચૂંટણીમાં તેઓ જે પણ નિર્ણય લેશે, અમે તેમની સાથે ઉભા રહીશું. હું બાળપણથી જ વીકે શશિકલા અને તેમના પતિ નટરાજનનો ખૂબ જ વફાદાર સમર્થક રહ્યો છું. આ હંમેશા ચાલુ રહેશે.”
તમિલનાડુ વિધાનસભાની ૨૩૪ બેઠકો માટે ચૂંટણી ૨૦૨૬ના પહેલા છ મહિનામાં યોજાશે, જ્યાં શાસક એમકે સ્ટાલિનની આગેવાની હેઠળનું ગઠબંધન ભાજપ-એઆઈએડીએમકે ગઠબંધન સામે જીતવા માટે ‘દ્રવિડિયન મોડેલ ૨.૦’ ના નારા પર પ્રચાર કરશે. અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજય તેમની પાર્ટી, તમિલનાડુ વેત્રી કઝગમ સાથે ચૂંટણી લડી રહ્યા છે, તમિલનાડુની ચૂંટણી ત્રિકોણીય સ્પર્ધામાં ફેરવાય તેવી અપેક્ષા છે.
૨૦૨૧ની ચૂંટણીમાં, ડીએમકેએ ૧૩૩ બેઠકો જીતી હતી. કોંગ્રેસે ૧૮, પીએમકે ૫, વીસીકે ૪ અને અન્યોએ ૮ બેઠકો જીતી હતી. ડીએમકેના નેતૃત્વ હેઠળના સેક્્યુલર પ્રોગ્રેસિવ એલાયન્સ (એસપીએ), જેમાં કોંગ્રેસનો પણ સમાવેશ થતો હતો, તેણે કુલ ૧૫૯ બેઠકો જીતી હતી. એનડીએએ ૭૫ બેઠકો જીતી હતી, જ્યારે એઆઈએડીએમકે ૬૬ બેઠકો સાથે ગઠબંધનમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો.







































