જમ્મુ અને કાશ્મીરમાં દારૂ પીવો વધુ મોંઘો થવા જઈ રહ્યો છે કારણ કે સરકારે ૨૦૨૫-૨૬ માટે નવી આબકારી નીતિ હેઠળ વિવિધ આબકારી જકાત અને લાઇસન્સ ફીમાં વધારો કર્યો છે. રાજ્યના નાણા વિભાગે નવી આબકારી નીતિનું જાહેરનામું બહાર પાડ્યું છે, જે ૧ એપ્રિલ, ૨૦૨૫ થી અમલમાં આવશે.

માહિતી અનુસાર, નીતિમાં પ્રીમિયમ, મધ્યમ, ઇકોનોમી અને ઓછી કિંમતના દારૂ બ્રાન્ડ્‌સ તેમજ વાઇન અને બીયર પર એક્સાઇઝ ડ્યુટીમાં ૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેકે સ્પેશિયલ વ્હીસ્કી પર એક્સાઇઝ ડ્યુટી પ્રતિ લિટર ૨૫૦ રૂપિયાથી વધારીને ૨૫૮ રૂપિયા કરવામાં આવી છે. તેવી જ રીતે, રિટેલર્સ માટે આકારણી ફી આઇએમએફએલની ૭૫૦ મિલી બોટલ દીઠ રૂ. ૬૪ થી વધારીને રૂ. ૬૫ અને જેકેએસડબલ્યુની ૭૫૦ મિલી બોટલ દીઠ રૂ. ૩૨ થી વધારીને રૂ. ૩૪ કરવામાં આવી છે. તે જ સમયે, આબકારી નીતિ ૨૦૨૫-૨૬ હેઠળ, દારૂની દુકાન ખોલવા માટે ઓનલાઈન હરાજીમાં ભાગ લેવા માટેની નોંધણી ફી ૫૦,૦૦૦ રૂપિયાથી વધારીને ૭૫,૦૦૦ રૂપિયા કરવામાં આવી છે. આ ઉપરાંત, જમ્મુ અને કાશ્મીર સ્પેશિયલ વ્હીસ્કી અને જેકે કન્ટ્રી લિકર સિવાયના તમામ પ્રકારના દારૂ પર લેબલ ફી પણ ૫૦,૦૦૦ રૂપિયાથી વધારીને ૭૫,૦૦૦ રૂપિયા કરવામાં આવી છે.

જો કોઈ ખાનગી કાર્યક્રમ (હોટલ અને રેસ્ટોરન્ટ) માં દારૂ પીરસવા માંગે છે, તો તેણે હવે વધુ પૈસા ચૂકવવા પડશે. પહેલા નાની પાર્ટીઓ માટે ફી ૫,૦૦૦ રૂપિયા અને મોટી પાર્ટીઓ માટે ૧૦,૦૦૦ રૂપિયા હતી. હવે બધી ઇવેન્ટ્‌સ માટે ફી ૭,૦૦૦ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

આ ઉપરાંત, જથ્થાબંધ વેપારીઓ માટે લાઇસન્સ ફી ૩ લાખ રૂપિયાથી વધારીને ૪ લાખ રૂપિયા અને ફેક્ટરીઓ માટે લાઇસન્સ ફી ૯ લાખ રૂપિયાથી વધારીને ૧૦ લાખ રૂપિયા કરવામાં આવી છે. દારૂ અને બીયર પર એક્સાઇઝ ડ્યુટી ૮૦ રૂપિયાથી વધારીને ૮૫ રૂપિયા કરવામાં આવી છે.

નવી આબકારી નીતિમાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ વિસ્તારમાં કોઈ નવી દારૂની દુકાન ખોલવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને ૨૧ વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓને દારૂ વેચવા પર પ્રતિબંધ રહેશે. આ નીતિમાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે જા કોઈ વ્યક્તિ નિર્ધારિત કિંમત કરતાં વધુ કિંમત વસૂલતો જાવા મળશે, તો તેને પહેલી વાર ૪૦,૦૦૦ રૂપિયા, બીજી વાર ૭૫,૦૦૦ રૂપિયા અને ત્રીજી વાર ૧ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જા ચોથી વખત પકડાશે તો તેનું લાઇસન્સ રદ કરવામાં આવશે.