ઈતિહાસ અને ઉજવણીની પરંપરા ભુલવામાં જા કોઈ સૌથી આગળ હોય તો તે ભારતીયો છે. બે દિવસ પહેલા મહાન ક્રાંતિકારી અને આદિવાસી સમાજના ભગવાન સમા બિરસા મુંડાનો જન્મદિવસ ઉજવાયો. દેશના પ્રભાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હિન્દુસ્તાનની સંસ્કૃતિના રક્ષકો, આઝાદીના લડવૈયાઓ અને ભવ્ય વિરાસત ભાવિ પેઢીને ભુલાય નહિં એટલે યશગાથાઓને ઈતિહાસના પાના ઉપર પુનઃ સ્થાપિત કરી રહ્યા છે. બિરસા મુંડા જમીનને ધરતી માતાનો દરજ્જા આપ્યો છે એટલે જમીન આપણી માતા છે તેવું ગણતા હતા. દરેક હાથની માઠી પવિત્ર છે. જંગલ, નદીઓ, પહાડો સંસ્કૃતિનો ભાગ છે તેવું માનતા હતા. વર્તમાન સમયમાં કેન્સરની બિમારીએ માઝા મૂકી છે. બીજીI.V.F. સેન્ટરો મહાનગરોથી ગામડાઓ સુધી વધી રહ્યા છે. આ બન્ને માટે જવાબદાર છે માણસોની રહેણી કહેણી, ખોરાક, પરંતુ આજની પેઢી જંક ફુડ અને બેવરેઝીંગમાંથી બહાર આવી શકે તેમ નથી ઉપરાંત ફર્ટીલાઈઝર અને પેસ્ટીસાઈડ આધારિત ખોરાક માનવ જીંદગી સામે પ્રશ્નો ઉભા કર્યા છે છતાં પણ અહીં કોઈ જાગે એવી અપેક્ષા ઓછી છે.
પ્રાકૃતિક ખેતી દ્વારા અનાજ, તેલીબિયાનું વાવેતર અને ઉત્પાદન લેવામાં આવે છે પરંતુ રોજબરોજ લોકો, પરિવારો ઉપયોગમાં લે છે તે શાકભાજીનું પ્રાકૃતિક રીતે વાવેતર કરતા ખેડૂતોની સંખ્યા ઓછી છે. ત્યારે મોરબી જિલ્લાના મોરબી તાલુકાના નારણકા ગામના ખેડૂત અશોકભાઈ કાનજીભાઈ મોરડીયા જેમનો અભ્યાસ એમ.કોમ. સુધીનો છે અને ઉમર પ૦ આસપાસ છે. બાળપણ તેઓનું ગામડાની શેરી અને ધૂળમાં રમતાં રમતાં વિત્યું છે. સ્વાધ્યાય પરિવાર સાથે જાડાયેલા અશોકભાઈ કહે છે, ‘અમારા ગામમાં પુ. પાંડુરંગશાસ્ત્રી સ્વાધ્યાય પરિવાર સાથે આખું ગામ જાડાયેલું છે. નાનપણમાં સ્વાધ્યાયમાં હું જતો ત્યારે એક શબ્દ સાંભળ્યો છોડમાં રણછોડ છે. બસ આ શબ્દ આજે પણ મારા મન અને હૃદય અને ધૂમે છે.’ અશોકભાઈ ખુબ અભ્યાસુ વ્યક્તિ છે. મોરબીમાં ટાઈલ્સના વ્યવસાયમાં જમાવટ પછી જીવ ગામડા અને ખેડૂતોનો એટલે ગામડે આવીને ખેતરના શેઢે બેસી પોતાનું બાળપણ યાદ કરે. એ સમયે દાદા ખેતરમાં દેશી ટમેટા સહિત ફળ અને શાકભાજીનું વાવેતર કરતા અને રંગ રૂપ કરતા જે સ્વાદ હતો એ દિવસો યાદ કરે.
પોતાની ૩ વિઘા જમીનમાં ૧૦૮ જેટલા ઝાડ, છોડ અને વેલા પ્રકારની આયુર્વેદિક ઔષધિઓનું વાવેતર કરેલ છે. નવી પેઢી આયુર્વેદને જાણે અને ઉપયોગ કરે એ હેતુથી વાવેતર કરેલ છે.
જ્યારે ૭ વિધા જમીનમાં વિવિધ શાકભાજીઓનું પ્રાકૃતિક રીતે વાવેતર કરે છે. અશોકભાઈ કહે છે, ‘આજે હાઈબ્રીડ અને વધુ પડતા પેસ્ટીસાઈડ વાળું શાકભાજી લોકો ખાઈ રહ્યા છે. લોકો સ્વાદ ભુલી ગયા છે, માત્ર કલરને જુવે છે. આથી શરૂઆતમાં કોઈ રપ૦ ગ્રામ રીંગણાનો ઓર્ડર આપે તો પણ હોમ ડીલીવરી કરવા ૧પ-ર૦ કિલોમીટર જતાં હતા અને વિનામૂલ્યે આપતા અને સમજ પણ આપતા હતા.’
આજે પોતાના ખેતરમાં સિઝન પ્રમાણે
પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ગુવાર, રીંગણા, ભીંડો, દુધી, ગલકા, તુરીયા, વિવિધ ભાજી, મુળા, બીટ, કોબી, ફલાવર જેવા શાકભાજીનું વાવેતર કરીને વેચાણ કરવા માટે મોરબીમાં સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે. ધીમે ધીમે લોકો ઝેર ખાવાનું છોડીને પ્રાકૃતિક શાકભાજી તરફ વળતા જાય છે. અશોકભાઈ મોરડીયાનો સંપર્ક નં. ૯પ૮૬ર ૯૮૩૦૪ છે.