જનસંઘના સ્થાપક અને ‘એકાત્મ માનવ દર્શન’ તેમજ ‘અંત્યોદય’ વિચારધારાના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે બુધવારે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી પંડિતજીના નિર્વાણ દિવસને “સમર્પણ દિન” તરીકે ઉજવે છે. આ કાર્યક્રમ જીલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીના માર્ગદર્શન હેઠળ યોજાશે. જેમાં મુખ્ય વક્તા તરીકે ભાવનગર મહાનગરના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ અગ્રણી અભયસિંહ ચૌહાણ ઉપસ્થિત રહેશે. તેઓ પંડિતજીના જીવન અને સંગઠન પ્રત્યેની તેમની નિષ્ઠા વિશે કાર્યકરોને પ્રેરણાદાયી સંબોધન કરશે. આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, દિપક વઘાસીયા, સાગર સરવૈયા જહેમત ઉઠાવી રહ્યા છે.










































