અમરેલી જિલ્લાના જંગર ગામે બાળકોને આપવાની ટીડી વેક્સિન કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. જેમાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર મગનભાઈ ભુવા દ્વારા ટીડી વેક્સિન અને સરકારી યોજનાઓ વિષે વિદ્યાર્થીઓ-ગ્રામજનોને મહિતગાર કરાયા હતા. આ તકે શાળાના ટ્રસ્ટી રમણીકભાઈ, સરંપચ વિપુલભાઈ, શાળાના આચાર્ય સાંગાણીભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.