ધારી નજીક આવેલી શેત્રુંજી નદીના પુલ નજીક શુક્રવારના રોજ એક યુવકની લાશ પડેલી હોવાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની માહિતી મળતાં જ ધારી પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. મૃતકની ઓળખ તેની પાસેથી મળેલા મોબાઈલ ફોન અને પાકીટના આધારે કરવામાં આવી હતી. તપાસ દરમિયાન
મૃતકનું નામ જયંતિભાઈ સોલંકી હોવાનું જાહેર થયું હતું. મૃતક ધારી શહેરના પ્રેમપરા વિસ્તારમાં રહેતા હતા. નોંધનીય છે કે જયંતિભાઈ છેલ્લા ચાર દિવસથી ગુમ હતા, જે અંગે ધારી પોલીસ દ્વારા અગાઉથી તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. જયંતિભાઈએ આપઘાત કર્યો છે કે અકસ્માતે મૃત્યુ થયુ છે તેની પોલીસ તપાસ કરી રહી છે.