અમરેલી જિલ્લામાં મોબાઈલ ચોરીની ઘટના વારંવાર બનવા પામે છે. અમરેલીમાં ચોરી થયેલા મોબાઈલને શોધવા અને મોબાઈલચોરને પકડવા માટે જિલ્લા પોલીસ વડાએ સૂચના આપતા એલસીબી ટીમે રાજુલા પેટ્રોલિંગ દરમિયાન બાતમી અને ટેકનીકલ સોર્સ આધારે એક મહિલાને શંકાસ્પદ હાલતમાં મોબાઈલ ફોન સાથે જાતા પોલીસે મહિલાની પૂછપરછ કરી હતી. જેમાં મહિલાએ પાંચ મોબાઈલની ચોરી કરી હોવાનું અને આ ફોન રાજુલાથી ચોરી કર્યા હોવાનું પોલીસને જણાવતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે ચોરીના પાંચ મોબાઈલ ફોન સાથે ગૌરીબેન ઉર્ફે દકુ શંભુ પરમાર રહે.ખાટસુર, તા.મહુવાવાળાની ધરપકડ કરી હતી.