શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે ચૂંટણી પછી કોઈ દેશદ્રોહીને પાર્ટીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે આ લોકો દોઢ મહિના પછી બેરોજગાર થઈ જશે, આવી સ્થીતિમાં તેમને પાર્ટીમાં કામ નહીં મળે. નવેમ્બરમાં યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં ઉદ્ધવ ઠાકરેએ આ વાત કહી છે.
એકનાથ શિંદેએ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના સામે બળવો કર્યો. જેના કારણે જૂન ૨૦૨૨માં શિવસેનાનું વિભાજન થયું અને રાજ્યમાં સત્તારૂઢ મહાવિકાસ અઘાડીની સરકાર પડી. ત્યારથી, ઠાકરે અને શિવસેના યુબીટી નિયમિતપણે શિંદે અને તેમના બળવાખોરોના જૂથને ‘દેશદ્રોહી’ કહે છે.
મહારાષ્ટÙના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શિવસેના યુબીટી દ્વારા આયોજિત નોકરી મેળાને સંબોધિત કરતી વખતે આ નિવેદન આપ્યું છે. ઠાકરેએ દાવો કર્યો હતો કે રાજ્યની જનતા વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાનું સ્થાન લેશે. તેમનું કહેવું છે કે ચૂંટણી પછી પાર્ટી વિરુદ્ધ બળવો કરનારા ધારાસભ્યો અને સાંસદો નોકરી માંગવા આવશે. પરંતુ તેઓ તેમને નોકરી આપવાના નથી.
ઠાકરેએ કહ્યું, ‘દોઢ મહિના પછી, આ દેશદ્રોહી (વિધાનસભ્યો અને સાંસદો જેમણે પક્ષ વિરુદ્ધ બળવો કર્યો હતો) અમારી પાસે નોકરી માંગવા આવશે, કારણ કે તેમની પાસે રોજગાર નહીં હોય. હું ચૂંટણી પછી કોઈ દેશદ્રોહીને નોકરી આપવાનો નથી.’ શિંદે સરકાર પર નિશાન સાધતા પૂર્વ મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે સત્તામાં આવ્યા બાદ તેમની પાર્ટી રાજ્યના સંસાધનોની લૂંટનો હિસાબ લેશે.
આ દરમિયાન શિવસેના (યુબીટી)ના વડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહારાષ્ટ્રની તાજેતરની મુલાકાત પર પણ ટિપ્પણી કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જ્યારે પણ પીએમ મોદી કોઈપણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરે છે, તે ક્યારેય પૂર્ણ થતો નથી. તેમણે દાવો કર્યો કે રાજ્યમાં અÂસ્થરતાના કારણે ૨૦૨૨માં તેમની સરકાર પડી ત્યારથી મહારાષ્ટÙમાં કોઈ મોટો પ્રોજેક્ટ શરૂ થયો નથી. તેમણે હિન્દુત્વને લઈને તેમના ભૂતપૂર્વ સાથી ભાજપ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે આપણું હિન્દુત્વ રાંધણગેસ સળગાવવામાં મદદ કરે છે, જ્યારે બીજેપીનું હિન્દુત્વ ઘર સળગાવવામાં મદદ કરે છે. મહારાષ્ટÙમાં આ વર્ષે નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતા છે. રાજ્યમાં કુલ ૨૮૮ વિધાનસભા બેઠકો છે. તે જ સમયે, વર્તમાન મહારાષ્ટÙ વિધાનસભાનો કાર્યકાળ ૨૬ નવેમ્બરે સમાપ્ત થશે.