પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકાતાની એક રેલીમાં ભાજપ, ચૂંટણી પંચ અને ડાબેરી પક્ષો પર જારદાર નિશાન સાધ્યું. મમતા બેનર્જીએ કહ્યું કે ચૂંટણી પંચ પશ્ચિમ બંગાળ સરકારના અધિકારીઓને ધમકી આપી રહ્યું છે. જ્યારે તેનું કાર્યક્ષેત્ર ચૂંટણી દરમિયાન ફક્ત ત્રણ મહિના માટે છે. મમતાએ  કહ્યું કે જા કોઈ સર્વે કરવા આવે તો કોઈ માહિતી આપશો નહીં. તમારું આધાર કાર્ડ તૈયાર રાખો.ટીએમસી નેતા મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે ભાજપે મતદારોના નામ કાઢી નાખવા માટે સર્વે કરવા માટે અન્ય રાજ્યોની ૫૦૦ થી વધુ ટીમો બંગાળ મોકલી છે. જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી હું કોઈને પણ લોકોના મતદાનનો અધિકાર છીનવા નહીં દઉં. તેમણે દાવો કર્યો હતો કે સીપીઆઈ(એમ) એ ભાજપ સાથે હાથ મિલાવ્યા છે. કેરળમાં તેમની સરકાર નેતાજીને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. મમતા બેનર્જીએ કહ્યું કે ભાજપ ઇચ્છે છે કે લોકો સ્વતંત્રતા સંગ્રામમાં બંગાળીઓની ભૂમિકા ભૂલી જાય. ભાજપ દ્વારા બંગાળીઓ પર ફેલાવવામાં આવી રહેલો ‘ભાષાકીય આતંક’ સહન કરવામાં આવશે નહીં.બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું કે કેટલાક લોકો કેસ દાખલ કરીને પ્રવેશ અને પરિણામો અટકાવે છે અને પછી અમને દોષી ઠેરવે છે. તેઓ રાજકીય ક્ષેત્રમાં અમારી સામે લડી શકતા નથી. તેઓ પાછલા દરવાજેથી લડે છે અને ભરતીઓ બંધ કરે છે. બર્દવાન યુનિવર્સિટીના કુલપતિએ સંશોધકો માટે ભંડોળ બંધ કરી દીધું છે. મને ખબર પડી છે કે તેમને રાજ્યપાલ દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા હતા. જ્યારે મને ખબર પડી, ત્યારે મેં ગ્રાન્ટ ફરી શરૂ કરી.મમતા બેનર્જીએ કહ્યું કે ૯૨,૦૦૦ વિદ્યાર્થીઓને વિદ્યાર્થી ક્રેડિટ કાર્ડ મળ્યા છે. હું મેરિટ શિષ્યવૃત્તિ માટે ૧૭% ચૂકવું છું, સામાન્ય શિષ્યવૃત્તિ માટે અલગથી ચૂકવણી કરું છું. લઘુમતી શિષ્યવૃત્તિ માટે ૪ કરોડ ૫૬ લાખ રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવી છે. અમે હજુ પણ સંશોધકોને યુજીસી ગ્રાન્ટ આપી રહ્યા છીએ, જે કેન્દ્ર સરકારે બંધ કરી દીધી છે. ૩૬ લાખ ૫૫ હજાર વિદ્યાર્થીઓને વિવેકાનંદ મેરિટ શિષ્યવૃત્તિ આપવામાં આવી છે.રેલીને સંબોધતા ટીએમસી નેતા અભિષેક બેનર્જીએ કહ્યું કે તેઓ (ભાજપ) કહી રહ્યા છે કે બંગાળી નામની કોઈ ભાષા નથી. શું આપણે તેમને યોગ્ય જવાબ ન આપવો જાઈએ? અમે એક થઈને લડીશું. જેઓ કહે છે કે તેઓ મમતા બેનર્જીને હટાવશે. હું તેમને કહું છું કે પહેલા અમારા યુવા નેતાઓ અને વિદ્યાર્થી સંગઠન સામે લડો. તેઓ તમને સીધા જ હરાવી દેશે.