કેન્દ્ર સરકારે
વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવાના એક મહત્વપૂર્ણ પગલામાં, કેન્દ્ર સરકારે ચીન સહિત ભારત સાથે જમીન સરહદ ધરાવતા દેશો માટે વિદેશી સીધા રોકાણ ધોરણો હળવા કર્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આ બહુપ્રતિક્ષિત દરખાસ્તને મંજૂરી આપી છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ચીન સાથે ભારતની વેપાર ખાધ સતત ચર્ચાનો વિષય બની રહી છે.
આ મહત્વપૂર્ણ નિર્ણય હેઠળ, સરકારે ૨૦૨૦ માં જારી કરાયેલ ‘પ્રેસ નોટ ૩’ ની જાગવાઈઓને હળવા કરી છે. કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન ભારતીય કંપનીઓના તકવાદી ટેકઓવરને રોકવા માટે આ કડક નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. જૂના નિયમો હેઠળ, ભારત સાથે જમીન સરહદ ધરાવતા દેશો – ચીન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભૂતાન, નેપાળ, મ્યાનમાર અને અફઘાનિસ્તાન – થી આવતા કોઈપણ રોકાણ માટે પૂર્વ સરકારી મંજૂરી ફરજિયાત હતી.
નોંધનીય છે કે જૂન ૨૦૨૦ માં ગાલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણ બાદ ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં ભારે તિરાડ પડી હતી. પરિણામે, ભારત સરકારે ટીકટોક વીચેટ અને યુસી બ્રાઉઝર સહિત ૨૦૦ થી વધુ ચાઇનીઝ મોબાઇલ એપ્લીકેશનો પર પ્રતિબંધ મુક્યો હતો.
કેન્દ્ર સરકારે દેશમાં વ્યૂહાત્મક માળખાગત સુવિધાઓ અને કનેકટીવિટીને વેગ આપવા માટે પણ એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય મંત્રી અશ્વિન ની વૈષ્ણવે મંગળવારે જણાવ્યું હતું કે ‘સ્ટ્રેટેજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેકટીવિટી ઇન્વેસ્ટમેન્ટ એજન્ડા ૨૦૨૪’ હેઠળ, કેબિનેટે કુલ ૮.૮ લાખ કરોડના વિવિધ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ નિર્ણયોમાં રેલ્વે, હાઇવે, ઉડ્ડયન અને ગ્રામીણ પાણી પુરવઠા જેવા મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ થાય છે, જે અર્થતંત્રને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.કેબિનેટે મંજૂર કરેલા કુલ ૮.૮ લાખ કરોડના ભંડોળમાંથી, સૌથી મોટો હિસ્સો મૂળભૂત જરૂરિયાતો અને ગ્રામીણ વિકાસ પર કેન્દ્રિત છે. સરકારે જલ જીવન મિશનના વિસ્તરણ માટે ૮.૭ લાખ કરોડના જંગી બજેટને મંજૂરી આપી છે.
ક્નેક્તીવીતી અને ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓનું વિસ્તરણ
માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવા અને પરિવહનને સરળ બનાવવા માટે, સરકારે અનેક મોટા રેલ્વે અને રોડ પ્રોજેક્ટ્સ તેમજ ઉડ્ડયન ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છેઃ
ઉડ્ડયન ક્ષેત્રઃ એક મોટા નીતિગત નિર્ણયમાં, મદુરાઈ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રોડ નેટવર્કઃ જેવર એરપોર્ટ અને ફરીદાબાદ સેક્શનને જાડતા એલિવેટેડ રોડના નિર્માણ માટે ૩,૬૩૧ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. વધુમાં, બદનાવર-થાંડલા-તિમરવાની હાઇવેના ચાર-માર્ગીયકરણ માટે ૩,૮૩૯ કરોડ ફાળવવામાં આવ્યા છે.
રેલ્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચરઃ રેલ ટ્રાફિક ભીડને હળવી કરવા અને માલવાહક અવરજવરને ઝડપી બનાવવા માટે સંતરાગાચી-ખડગપુર વચ્ચે ચોથી લાઇનના નિર્માણ માટે ૨,૯૦૫ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. તેવી જ રીતે, સંથિયા અને પાકુર વચ્ચે ચોથી રેલ્વે લાઇન માટે ૧,૫૬૯ કરોડ ફાળવવામાં આવ્યા છે.
મુખ્ય વેપાર અને રોકાણ આંકડા
સરકારે હવે નિયમો હળવા કર્યા હોવા છતાં, ભારતમાં ચીની રોકાણનો હિસ્સો ઐતિહાસિક રીતે ખૂબ ઓછો રહ્યો છે.
એપ્રિલ ૨૦૦૦ અને ડિસેમ્બર ૨૦૨૧ વચ્ચે, ભારતમાં કુલ હ્લડ્ઢૈં ઇÂક્વટી પ્રવાહમાં ચીનનો હિસ્સો માત્ર ૦.૪૩% (૨.૪૫ બિલિયન) હતો.
વધતો વેપારઃ ઓછા રોકાણ છતાં, બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અનેકગણો વધ્યો છે, અને બેઇજિંગ ભારતના બીજા સૌથી મોટા વેપારી ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે.
આયાત અને નિકાસઃ ૨૦૨૪-૨૫માં ચીનથી ભારતની આયાત ૧૧.૫૨% વધીને ઇં૧૧૩.૪૫ બિલિયન થઈ, જ્યારે નિકાસ ૧૪.૫% ઘટીને ઇં૧૪.૨૫ બિલિયન થઈ.
વર્તમાન વલણોઃ વર્તમાન નાણાકીય નાણાકીય વર્ષ (એપ્રિલ-જાન્યુઆરી ૨૦૨૫-૨૬) દરમિયાન, ચીનમાં ભારતીય નિકાસમાં ૩૮.૩૭% (૧૫.૮૮ બિલિયન)નો જંગી વધારો થયો, જ્યારે આયાત પણ ૧૩.૮૨% વધીને ૧૦૮.૧૮ બિલિયન થઈ. આ સમયગાળા દરમિયાન વેપાર ખાધ ૯૨.૩ બિલિયન નોંધાઈ.









































