ચીનના રાજદૂત શુ ફેઇહોંગે ભારત સાથે મજબૂત મિત્રતા અને સહયોગની હિમાયત કરતા, ભારત પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ભારે ટેરિફને ‘ગુંડાગીરી’ ગણાવી. તેમણે કહ્યું કે અમેરિકાએ ભારત પર ૫૦% સુધીના ટેરિફ લાદ્યા છે અને તેમાં વધુ વધારો કરવાની ધમકી આપી છે, જેનો ચીન સખત વિરોધ કરે છે. ફેઈહોંગે કહ્યું, ‘અમેરિકા લાંબા સમયથી મુક્ત વેપારનો લાભ લઈ રહ્યું છે, પરંતુ હવે તે ટેરિફનો ઉપયોગ હથિયાર તરીકે કરી રહ્યું છે. ચૂપ રહેવાથી આ ગુંડાગીરીને વધુ પ્રોત્સાહન મળશે. ચીન ભારતની સાથે મજબૂત રીતે ઉભું છે.’
ચીનના રાજદૂતે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં કહ્યું કે ભારત અને ચીન જેવા બે મોટા પડોશી દેશો વચ્ચે એકતા અને સહયોગ વિકાસનો માર્ગ છે. તેમણે કહ્યું, ‘આપણા બંને દેશો એશિયાના બે એન્જીન છે. આપણી મિત્રતા ફક્ત આપણા માટે જ નહીં પરંતુ સમગ્ર એશિયા અને વિશ્વ માટે ફાયદાકારક છે. ભારત અને ચીને પરસ્પર વિશ્વાસ વધારવો જાઈએ અને વાતચીત દ્વારા મતભેદો ઉકેલવા જાઈએ. આપણે હરીફ નથી, પરંતુ ભાગીદાર છીએ.’
ફેહોંગે ચીની બજારમાં ભારતીય માલને વધુ જગ્યા આપવાનું વચન આપ્યું. તેમણે કહ્યું, ‘અમે અમારા બજારમાં ભારતીય માલનું વધુ સ્વાગત કરીશું.’ ભારત આઇટી, સોફ્ટવેર અને બાયોમેડિસિનમાં મજબૂત છે, જ્યારે ચીન ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવી ઉર્જાના ક્ષેત્રમાં ઝડપથી વિકાસ કરી રહ્યું છે.’ વૈશ્વિક પરિસ્થિતિ વિશે વાત કરતા, ચીની રાજદૂતે કહ્યું કે વિશ્વ હાલમાં મોટા પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. તેમણે કહ્યું, ‘બીજા વિશ્વયુદ્ધ પછી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં સૌથી મોટો ફેરફાર થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, ભારત અને ચીનનો સહયોગવધુ મહત્વપૂર્ણ બની જાય છે. આપણે સમાન અને વ્યવસ્થિત બહુધ્રુવીય વિશ્વને પ્રોત્સાહન આપવાની જવાબદારી લેવી પડશે.’
ફેહોંગે બંને દેશો વચ્ચે લોકો-થી-લોકોના સંપર્કને પ્રોત્સાહન આપવા વિશે પણ વાત કરી. તેમણે કહ્યું, ‘ચીને ભારતીય યાત્રાળુઓ માટે પવિત્ર પર્વત કૈલાશ અને તળાવની યાત્રા ફરી શરૂ કરી છે, અને ભારતે ચીની નાગરિકો માટે પ્રવાસી વિઝા પણ ફરી શરૂ કર્યા છે.’ આ પગલું બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક અને જાહેર સંબંધોને મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું છે. ચીની રાજદૂતે ભારત અને ચીન વચ્ચેની મિત્રતા અને સહયોગને વૈશ્વિક સ્થિરતા માટે આવશ્યક ગણાવ્યો. તેમણે કહ્યું કે બંને દેશોએ પરસ્પર વિશ્વાસ અને સંવાદ દ્વારા પોતાના મતભેદોનો ઉકેલ લાવવો જાઈએ.