યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને ચીન વિરુદ્ધ મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે અમેરિકન ટેક કંપનીઓને કડક ચેતવણી આપી છે કે તેઓ હવે ચીનમાં ફેક્ટરીઓ સ્થાપવાની અને ભારતમાં કર્મચારીઓને નોકરી પર રાખવાની જૂની રણનીતિને અલવિદા કહે. ટ્રમ્પે બુધવારે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટમાં આ વાત કહી હતી, જ્યાં તેમણે છૈં સંબંધિત ત્રણ મુખ્ય એક્જીક્યુંટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. આ ઓર્ડર્સમાં વ્હાઇટ હાઉસ એક્શન પ્લાનનો પણ સમાવેશ થાય છે, જે યુએસ એઆઈ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની અને વૈશ્વિક સ્તરે સંપૂર્ણપણે અમેરિકન એઆઈ ટેકનોલોજી નિકાસ કરવાની યોજના ધરાવે છે.
ટ્રમ્પે કહ્યું કે લાંબા સમયથી અમેરિકાની ઘણી મોટી ટેક કંપનીઓ ‘કટ્ટરપંથી વૈશ્વિકતા’ના માર્ગે ચાલી રહી હતી, જેના કારણે લાખો અમેરિકનો છેતરાયા અને નકામા બન્યા હતા. તેમણે કહ્યું, ‘અમારી સૌથી મોટી ટેક કંપનીઓએ અમેરિકન સ્વતંત્રતાનો લાભ લીધો, પરંતુ તેમણે ચીનમાં પોતાની ફેક્ટરીઓ બનાવી, ભારતમાં કામદારો રાખ્યા અને આયર્લેન્ડમાં નફો છુપાવ્યો. ઉપરાંત, આ કંપનીઓએ પોતાના દેશના લોકોને અવગણ્યા અને તેમનો અવાજ દબાવ્યો. મારા નેતૃત્વમાં, આ દિવસો પૂરા થઈ ગયા છે! હવે ટેક કંપનીઓ માટે અમેરિકાને પ્રથમ પ્રાથમિકતા આપવાનો સમય આવી ગયો છે.’
ટ્રમ્પે સિલિકોન વેલી અને તેનાથી આગળની ટેક કંપનીઓને ‘દેશભક્તિ અને રાષ્ટ્રીય વફાદારી’ ની ભાવના અપનાવવા અપીલ કરી. તેમણે ભાર મૂક્યો, ‘આપણે અમેરિકન ટેક કંપનીઓને અમેરિકાને સંપૂર્ણપણે સમર્પિત કરવાની જરૂર છે. આપણે બસ એટલું જ ઇચ્છીએ છીએ.’ એઆઇ સમિટમાં, ટ્રમ્પે ૩ એક્જીક્યુંટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા, જેમાં અમેરિકન છૈં ઉદ્યોગને મજબૂત બનાવવા અને વિશ્વભરમાં સંપૂર્ણપણે અમેરિકન એઆઇ ટેકનોલોજી ફેલાવવા પર કેન્દ્રિત રાષ્ટ્રીય યોજનાનો સમાવેશ થાય છે. ટ્રમ્પનું આ પગલું અમેરિકાને એઆઇ રેસમાં મોખરે રાખવાના તેમના પ્રયાસનો એક ભાગ છે.