ચીનમાં, પગાર ન ચૂકવવા સામે કામદારોના વિરોધમાં વધારો થઈ રહ્યો છે અને હવે તેઓ રસ્તાઓ પર ઉતરી રહ્યા છે. આર્થિક મંદીની વચ્ચે, ચીની માલ પર યુએસ ટેરિફના કારણે ફેક્ટરીઓ બંધ થઈ રહી છે, જેની મોટી સંખ્યામાં કામદારો પર અસર પડી રહી છે. રેડિયો ફ્રી એશિયાના અહેવાલ મુજબ, હુનાન પ્રાંતના દાઓ કાઉન્ટીથી લઈને સિચુઆનમાં સુઈનિંગ અને આંતરિક મંગોલિયાના ટોંગલિયાઓ સુધી, મોટી સંખ્યામાં કામદારો વેતન ન ચૂકવવા અંગે પોતાની ફરિયાદો વ્યક્ત કરવા અને યુએસ ટેરિફને કારણે બંધ કરવા મજબૂર ફેક્ટરીઓમાં અન્યાયી છટણીનો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે.
આરએફએ રિપોર્ટ અનુસાર, કામદારોએ દાવો કર્યો હતો કે સિચુઆન સ્થિત કંપની, જે ફ્લેક્સિંબલ સર્કિટ બોર્ડ બનાવે છે, તેણે વર્ષની શરૂઆતથી તેમને તેમના વેતન માટે વળતર આપ્યું નથી અને જૂન ૨૦૨૩ થી લગભગ બે વર્ષ સુધી સામાજિક સુરક્ષા લાભો પણ રોકી રાખ્યા છે. અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સૅક્સના નિષ્ણાતોના અંદાજ મુજબ, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચાઇનીઝ આયાત પર ૧૪૫% ટેરિફ લાદવાને કારણે ચીનના વિવિધ ક્ષેત્રોમાં ઓછામાં ઓછી ૧૬ મિલિયન નોકરીઓ જાખમમાં છે. તેઓ આગાહી કરે છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા ટેરિફથી ચીની અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પડશે, ધીમી આર્થિક વૃદ્ધિ શ્રમ બજાર પર, ખાસ કરીને નિકાસ સંબંધિત ઉદ્યોગો પર વધુ દબાણ લાવવાની ધમકી આપશે.
આ અઠવાડિયાની શરૂઆતમાં, ઉત્તરપશ્ચિમ શાંક્સી પ્રાંતના શિયાન પ્રીફેક્ચરના તુઆનજી ગામમાં એક ડઝનથી વધુ સ્થળાંતરિત કામદારોએ સ્થાનિક પ્રોજેક્ટ ઓફિસ સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી, અને કહ્યું હતું કે તેમને ફેબ્રુઆરી ૨૦૨૫ થી પગાર મળ્યો નથી. ૨૪ એપ્રિલના રોજ, દાઓ કાઉન્ટીમાં ગુઆંગક્સિંન સ્પો‹ટગ ગુડ્સના સેંકડો કામદારોએ કંપનીની ફેક્ટરી બંધ થયા પછી હડતાળ પાડી હતી, કારણ કે તેમને બાકી વળતર અથવા સામાજિક સુરક્ષા લાભો આપવામાં આવ્યા નથી.