ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કર્યું. આ દરમિયાન, શી જિનપિંગે તાઇવાનને પોતાના કબજામાં લેવાની પ્રતિજ્ઞાનો પુનરોચ્ચાર કર્યો. શી જિનપિંગે ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા માટે પણ હાકલ કરી, જેમાં એઆઇ અને સેમિકન્ડક્ટર જેવી ટેકનોલોજીમાં વિકાસનો સમાવેશ થાય છે.
પોતાના સંબોધનમાં, શી જિનપિંગે દેશના ટેકનોલોજીકલ વિકાસ, ખાસ કરીને લશ્કરી ટેકનોલોજી અને અવકાશ ક્ષેત્રોમાં તેની સિદ્ધિઓની પ્રશંસા કરી. છેલ્લા પાંચ વર્ષમાં દેશની આર્થિક પ્રગતિમાં ચીની લોકોનો ફાળો આપવા બદલ આભાર માન્યો અને કહ્યું, “અમે નવીનતા દ્વારા ઉચ્ચ-ગુણવત્તાવાળા વિકાસને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો છે.”
શી જિનપિંગે, પોતાના નવા વર્ષના સંબોધનમાં, તાઇવાનના જાડાણનો આહ્વાન કર્યું. તાઇવાન એક સ્વ-શાસિત લોકશાહી છે જેને ચીન પોતાનું ગણાવે છે. શી જિનપિંગે તાઇવાનને જાડવાના બેઇજિંગના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો. તેમણે કહ્યું, “તાઇવાન સ્ટ્રેટની બંને બાજુ, આપણે ચીની લોકો લોહી અને સગપણનું બંધન વહેંચીએ છીએ. આપણી માતૃભૂમિનું એકીકરણ રોકી શકાતું નથી અને સમયની જરૂરિયાત છે.” ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયે, ચીને તાઇવાનની સરહદ નજીક બે દિવસની લશ્કરી કવાયત કરી હતી અને નૌકાદળના જહાજા પણ મોકલ્યા હતા. ચીનનું આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા તાઇવાનને મોટા પાયે શસ્ત્રો વેચવાની યોજના બનાવી રહ્યું છે.
દરમિયાન, તેમના નવા વર્ષના ભાષણમાં, તાઇવાનના રાષ્ટ્રપતિ લાઇ ચિંગ-તેએ ચીનની વિસ્તરણવાદી મહત્વાકાંક્ષાઓનો વિરોધ કર્યો અને તાઇવાનના સ્વ-બચાવને મજબૂત બનાવવાનું વચન આપ્યું. તેમના નવા વર્ષના ભાષણમાં, લાઇએ કહ્યું, “ચીનની વધતી જતી વિસ્તરણવાદી મહત્વાકાંક્ષાઓનો સામનો કરીને, આંતરરાષ્ટ્રીય સમુદાય એ જાવા માટે જાઈ રહ્યો છે કે તાઇવાનના લોકોમાં પોતાનો બચાવ કરવાનો સંકલ્પ છે કે નહીં.” તેમણે વધુમાં કહ્યું, “રાષ્ટ્રપતિ તરીકે, મારી સ્થિતિ હંમેશા સ્પષ્ટ રહી છેઃ આપણે રાષ્ટ્રીય સાર્વભૌમત્વનું નિશ્ચિતપણે રક્ષણ કરવું જોઈએ, રાષ્ટ્રીય સંરક્ષણને મજબૂત બનાવવું જોઈએ અને
અસરકારક લોકશાહી વ્યવસ્થા બનાવવી જોઈએ.” તાઇવાનએ ગયા વર્ષે શસ્ત્રોની ખરીદી માટે ૪૦ બિલિયનનું ખાસ બજેટ જાહેર કર્યું હતું, જેમાં તાઇવાન ડોમ નામની હવાઈ સંરક્ષણ પ્રણાલીનો સમાવેશ થાય છે. આ બજેટ ૨૦૨૬ થી ૨૦૩૩ સુધી આઠ વર્ષમાં ફાળવવામાં આવશે. ચીન તરફથી આક્રમણના ભય વચ્ચે તાઇવાનના રાષ્ટ્રપતિએ સંરક્ષણ ખર્ચ તેમના દેશના જીડીપીના ૫ ટકા સુધી વધારવાનું વચન આપ્યું છે. “ચીનની ગંભીર લશ્કરી મહત્વાકાંક્ષાઓનો સામનો કરીને, તાઇવાન પાસે રાહ જોવાનો સમય નથી,”










































