અમરેલી તાલુકાના ચિતલ ગામ નજીક લાતી બજારથી જશવંતગઢ જતા માર્ગે નંદકિશોર નામની ખાનગી બસ પલટી મારી ગઈ હતી. બસમાં સવાર આશરે ૨૬ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો, જોકે એક મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી. અકસ્માતમાં મનિષાબેન ઢોલરીયા નામના મહિલા મુસાફરને સામાન્ય ઈજા થઈ હતી. તેમને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ચિતલની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટના બનતા જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ અમરેલી તાલુકા પી.આઈ. ઓમદેવસિંહ જાડેજાની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. જા કે આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો છે.