ચિત્તલ ગામેથી પોલીસે ૭ જુગારીને રોકડા રૂ. ૧૧,૭૦૦ સાથે ઝડપી પાડ્‌યા હતા. ચિતલ ગામે વોરાવાડ ગાંધી વાલ્મીકી વાસ પાસેથી મનુસિંહ કલ્યાણસિંહ બસન, શરદભાઇ જગુભાઇ જેઠવા, દિલીપભાઇ ચંદુભાઇ જસાણી, કિરીટભાઇ કાળુભાઇ લીંબાણી, સજાદભાઇ સાહીલભાઇ શેતા, હરેશભાઇ રાઘવભાઇ મકવાણા તથા ઇમરાનભાઇ સીદુભાઇ ગાગદાણી હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રમતાં રેઈડ દરમિયાન રોકડા રૂ.૧૧,૭૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે કે વાળા વધુ તપાસ કરી રહ્યા છે.