રાજ્ય સરકારના મંત્રી કૌશિકભાઈ વેકરિયા સંસ્થાપિત કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ-અમરેલી અને અમરેલી વિભાગ કેળવણી સંઘ બાબાપુર સંચાલિત ચિતલ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે ચિતલ ખાતે “સશક્ત યુવા અને ભગવદ્દ ગીતા” વિષય પર પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ સુરેશભાઈ પાથર અને તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ રંજનબેન બાબરીયા ઉપસ્થિત રહ્યા હતા. કૌશિકભાઇ વેકરીયાના અંગત મદદનીશ ભાવેશભાઇ ભાલીયાએ ટ્રસ્ટનો પરિચય આપ્યો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશભાઈ પાથરે પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યું હતું.કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે નીલકંઠ જ્વેલર્સના કેતનભાઈ ધોળકિયાએ ખૂબ જ રસપ્રદ શૈલીમાં ગીતાના શ્લોકોનું પઠન કરી શાળાના વિદ્યાર્થીઓને સમજણ આપી હતી. શાળાના તમામ કર્મચારીઓનો ટ્રસ્ટ વતી કાર્યક્રમના સંયોજક મનીષભાઈ સિધ્ધપુરાએ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા સહસંયોજક પ્રોફેસર જે.એમ. તળાવિયાએ જહેમત ઉઠાવી હતી.