ચિતલ ગામે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને સાયબર ફ્રોડથી બચવા માટે સમજણ આપવામાં આવી હતી. અહીં સાયબર ક્રાઈમ જાગૃતિ સેમિનાર યોજાયો હતો. અમરેલી પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ચિતલ ગામે હાઇસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ પ્રિવેન્શન લગત માહિતી આપવા માટે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને હાલમાં બની રહેલા સાયબર ફ્રોડ જેવા કે ન્યૂડ વીડિયો કોલ, એપીકે ફાઇલ ફ્રોડ, ઉંચા વળતરના નામે થતા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ વિગેરેથી બચવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું..