ચિતલ ગામે ભૂંડ પકડવાના ધંધાના મનદુઃખમાં યુવક પર હુમલો કરી જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે દામનગરમાં રહેતા કમલસિંગ કરણસિંગ ડાંગી (ઉ.વ.૨૩)એ બાબરામાં રહેતા સતપાલસિંગ સતુસિંગ ટાંક તથા બે અજાણ્યા ઈસમો સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, સતપાલસિંગ ટાંકે તેમની તથા સાહેદ સાથે ભૂંડ પકડવાના ધંધા બાબતેનું મન દુઃખ રાખી ગાળો આપી હતી. તેમજ ધારીયા વડે શરીરે માર મારી બંન્ને પગે તેમજ જમણા હાથે ફેકચર જેવી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ સમયે સાહેદ બચાવવા વચ્ચે પડતા આરોપીએ તેને ધારીયાનો હાથ ઉ૫ર ઘા કર્યો હતો. આ ઉપરાંત તેમને તથા સાહેદને મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન ડી વાજા વધુ તપાસ કરી રહ્યા છે.









































