અમરેલીના ચિતલ ગામમાં મોરબીથી રાજુલા જતા કોલસા ભરેલા ટ્રકની બ્રેક ફેઈલ થતા ભારે અફરાતફરી મચી ગઈ. બ્રેક ફેઈલ થતાં બેકાબૂ બનેલા ટ્રકે સાતથી આઠ જેટલા બાઈકનો કચ્ચરઘાણ વાળ્યો અને રોડ સાઈડની દુકાનોના છાપરાને પણ નુકસાન પહોંચાડ્યું હતું. સદનસીબે જાનહાનિ ટળી હતી.








































