તારીખ ૧૦/૦૭/૨૦૧૯ ના રોજ ચિતલ મુકામે ખાટકી વાડામાં અમુક ઈસમો ગેરકાયદેસર પશુઓની કતલ કરી તેના માંસનુ વેચાણ કરે છે. તેવી બાતમીના આધારે અમરેલી તાલુકા પોલીસે રેડ કરતા ૭૦ કિલો ગૌમાંસ તથા કતલ કરવાના સાધનો સાથે આરોપી (૧) કાદરભાઈ હાજીભાઇ બાવનકા તથા (૨)અલ્તાફભાઇ યુસુફભાઇ તરકવાડીયા મળી આવેલ હોય, આ અંગેનો કેસ અમરેલી સેશન્સ કોર્ટમાં ચાલી જતા સ્પેશીયલ સરકારી વકીલશ્રી ચંદ્રેશ બી. મહેતાની ધારદાર દલીલો તથા રજુ કરેલ પુરાવાઓને આધારે સેશન્સ જજ રીજવાના બુખારી દ્વારા ૧૦(દસ)વર્ષની સજા અને રૂ. ૧,૦૦,૦૦૦/- નો દંડ અને જો આરોપી દંડની રકમના ભરપાઈ ન કરે તો વધુ ૧ વર્ષની સજા તથા કલમ-૬ (ખ)માં ૧૦(દસ)વર્ષની સજા અને રૂ. ૧,૦૦,૦૦૦/- નો દંડ અને જો આરોપી દંડની રકમના ભરપાઈ ન કરે તો વધુ ૧ વર્ષની સજા તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૨૯૫ માં ૨ વર્ષની સજા અને રૂ. ૨,૦૦૦/-નો દંડ અને દંડની રકમ ભરપાઈ ન કરે તો વધુ ૨ માસની સજા તથા કલમ-૪૨૯ માં ૧ વર્ષની સજા અને રૂ. ૧,૦૦૦/–નો દંડ અને દંડની રકમ ભરપાઈ ન કરે તો વધુ ૧ માસની સજા કરેલ છે.