ચિતલમાં રહેતા હરેશભાઇ પરશોતમભાઇ પંડયા (ઉ.વ.૫૨)એ સત્યદીપ પદુભાઇ સરવૈયા તથા
પૃથ્વીસિંહ વનરાજસિંહ સરવૈયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ પોતાનું એક્ટિવા લઈને કારખાને જતા હતા. રસ્તામાં આરોપીએ તેમને રોકીને અહીંથી નીકળતો નહીં કહી જેમ ફાવે તેમ ગાળો બોલી ઝપાઝપી કરી હતી. તેમજ મુંઢમાર મારીને શર્ટના બટન તોડી નાખ્યા હતા. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.