ચિતલ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચિતલ સ્વામિનારાયણ ગુરુકુળમાં કાશ્મીરના પહેલગામમાં ધર્મના આધાર પર નિર્દોષ પ્રવાસીઓ ઉપર કરવામાં આવેલ કાયરતાપૂર્વકના હુમલામાં અનેક નિર્દોષ લોકો શહીદ થયા હતા. આ દુઃખદ ઘટનામાં શહીદોને શ્રધ્ધાંજલિ આપવા મોટી સંખ્યામાં ચિતલ જણવંતગઢના ગ્રામજનો તથા આગેવાનોએ ઉપસ્થિત રહી રામધૂન, પ્રાર્થના તથા મૌન પાળી શહીદોને પુષ્પાંજલિ અર્પિત કરી, શ્રધ્ધાંજલિ આપી હતી. ઘટનાના વિરોધમાં પાકિસ્તાન તથા આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવા માટે આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઇતેશભાઈ મહેતા, પ્રમુખ વિ.હિ.પ. તથા વિજયભાઈ દેસાઈ, ઉપાધ્યક્ષ વિ.હિ.પ. તથા ડા. પંકજભાઈ ત્રિવેદી જિલ્લા કોષાધ્યક્ષ, ગુરુકુળના મદનમોદન સ્વામીજી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર, કાળુભાઈ ધામી, મનસુખભાઈ નાડોદા તથા જિલ્લા વિ.હિ.પ.ના દિલીપસિંહ પરમાર, મહેશભાઈ જળુ, લાલભાઈ ટાંક, બિપીનભાઈ ઉનાગર, રઘુભાઈ સરવૈયા, રમેશભાઈ સોરઠીયા, સંજયભાઈ લીંબાસીયા, વી.ડી. લીંબાસીયા, બિપીનભાઈ દવે, સુખદેવસિંહ સરવૈયા, જયંતીભાઈ દેસાઈ, વિપુલભાઈ જોષી, પ્રવિણભાઈ તેરવાડીયા, રવજીભાઈ મકવાણા, હસુભાઈ ધાનાણી, સુરેશભાઈ તળાવીયા, મનુભાઈ અસલાલીયા, જેકી માંગરોળીયા, મનસુખભાઈ માંગરોળીયા, વિનુભાઈ દેસાઈ, સુરજભાઈ પરમાર, જયેશભાઈ ભીમાણી, દિનેશભાઈ કચ્છી, ચંદ્રેશભાઈ કચ્છી, શંકરભાઈ પટેલ, જગુભાઈ મોદી, ભાનુભાઈ રાતડીયા, કિરણભાઈ રાતડીયા, મહેશભાઈ વાળા, દાઉદી વોરા સમાજમાંથી મોહિજભાઈ ભારમલ, રજબભાઈ, શાંતિભાઈ ધંધુકીયા, નાગજીભાઈ ધંધુકીયા, રાકેશભાઈ પંડયા, પ્રતિકભાઈ દાવડા, કલ્પેશભાઈ સંઘાણી, આશિષભાઈ હિરાણી, પ્રવિણભાઈ ડાભી, લાભુભાઈ ચિત્રોડા, વલ્લભભાઈ મેશીયા, હરિભાઈ દેસાઈ, વરુણભાઈ પરમાર, અરવિંદભાઈ મેશીયા, નંદાભાઈ મેશીયા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ચિતલ-જશવંતગઢ વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા ઉપાધ્યક્ષ વિજયભાઈ દેસાઈ, રમેશભાઈ સોરઠીયા, સંજયભાઈ લીંબાસીયા તથા સમગ્ર ટીમે કર્યુ હતું. આ કાર્યક્રમનું સંચાલન જિલ્લા ભાજપ આગેવાન મનસુખભાઈ નાડોદા દ્વારા કરવામાં આવ્યું હતું.