વાંસદા-ધરમપુર રોડ પર આવેલા ઐતિહાસિક અજમલગઢ ડુંગર પર ચઢાણ કરી, અહીંની ઘણી ઐતિહાસિક ઘટનાને જાણવા-માણવા જેવી છે. મોગલોના આક્રમણથી પોતાના પવિત્ર અગ્નિને બચાવવા માટે પારસીઓએ આ અજમલગઢ ડુંગર પર ઘણાં વર્ષો સુધી આશ્રય લીધો હતો. જેની યાદગીરીમાં આજે તેના અવશેષો જોવા મળે છે. જેના પ્રતીક રૂપે પારસીઓએ અજમલગઢ પર એક સ્તંભનું નિર્માણ કરાવેલું જોવા મળે છે.
વાંસદા તાલુકામાં સહયાદ્રિ ૫ર્વતમાળાની દક્ષિણ પૂર્વ ધા૨ ૫૨ ચાર મોટા ડુંગર આવેલા છે. જેમાં પીલવો, અજમલગઢ, તો૨ણિયા અને ગેબનશા પૈકી અજમલગઢ ડુંગ૨ વાંસદાના દક્ષિણ વિભાગના ઘોડમાળ ગામમાં આવેલો છે. જે દરિયાઇ સપાટીથી અંદાજે ૧૨૦૦ ફૂટ ઊંચાઈ ધરાવે છે.
અજમલગઢના ઐતિહાસિક ડુંગર પર ભગવાન શિવના મંદિરનું નિર્માણ કરાયું છે. જેને સ્થાનિક પ્રજાનું આસ્થાનું પ્રતીક માનવામાં આવી રહ્યું છે. આ ડુંગર સાથે રામાયણ કથાની ઐતિહાતિક ઘટનાઓ પણ જોડાયેલી છે. વાંસદા તાલુકો કુદરતી વાતાવરણથી ભરેલો હોવાથી ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતાં સ્થાનિક લોકોને રોજગારી પણ મળતી રહે છે, તેથી સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળે છે.
ઈરાન દેશથી આવી સંજાણ બંદરે ઉતરી દૂધમાં સાક૨ની જેમ ભળી ગયેલા જ૨થોસ્તી પા૨સી સાથે આ સ્થળ સંકળાયેલું છે. ઈ.સ.ની ૧૫મી સદીમાં મહંમદ બેગડાના કાળ (૧૪૮૫-૧૫૨૧)માં સંજાણના હિંદુ રાજાના નિધન બાદ, સુલતાનની ભીંસ વધવાથી પા૨સીઓ હીજ૨ત કરી ગયા, જેમાંના કેટલાક પા૨સી પોતાના ૫વિત્ર આતશ બહેરામ સાથે વાંસદામાં આશ્રય માટે આવ્યા, તે સમયે વાંસદાના રાજા કિર્તી દેવે તેમનું સ્વાગત કર્યું અને પા૨સીઓ જંગલ વિસ્તા૨ના ઘોડમાળ ગામના સં૨ક્ષણ રીતે વ્યૂહાત્મક એવા અજમલગઢ અને રાધન ડુંગ૨ ૫૨ ૧૪ વર્ષ ૨હ્યા. વાંસદા-ઘોડમાળ નજીકના ગાઢ જંગલ, જંગલી જાનવરો અને વધુ વ૨સાદને કારણે અહીં આતશ બહેરામના દર્શને આવતાં લોકોની મુશ્કેલીઓ વધવા પામી હતી. તેને ધ્યાને લઈ નજીકના વિસ્તા૨માં શાંતિ વધતાં પારસીઓ આતશ દસ્તુર લઈ નવસારી ચાલ્યા ગયા હતા.
જિલ્લામાં મરાઠાઓની ચઢાઈને કા૨ણે ઈ.સ. ૧૬૬૨થી નવસારી પ્રાંતમાં મુગલ શાસન નબળું ૫ડતાં, છત્ર૫તિ શિવાજીની આણ વર્તાવા લાગી. મરાઠા સ૨દારોની છાવણી નવસારી, ગણદેવી, બિલિમોરા, સુ૨તમાં લૂંટ ચલાવવાને ઈરાદે ધસી આવતા, તે માટે સાપુતારાના ૫હાડી માર્ગે આવતા-જતાં ઘોડમાળ ગામના અજમલગઢ ૫૨ રોકાણ ક૨તા. લીલીછમ વનરાજીથી ઘેરાયેલો આ ડુંગ૨ કુદ૨તી સૌંદર્યથી ભ૨પૂર છે. ચોમાસામાં તો અજમલગઢ આસપાસના ગારિયા, અજમલી, રાધણિયો, રૂડા, ભીલદેવ વગેરે ડુંગર ૫૨થી વહેતાં પાણીના સફેદ ધોધ ૨મણીય લાગે છે.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ઘણાં સુપ્રસિદ્ધ મંદિરો, કુદરતી કે ઐતિહસિક સ્થળો આવેલાં હોવાથી વાર-તહેવારમાં, શ્રાવણ માસમાં કે શનિ-રવિની રજામાં સ્થાનિકો ઉપરાંત રાજ્યભરના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડે છે.
વાંસદા તાલુકાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ ગામ, અંબા માતાના મંદિરે આવેલાં ગરમ પાણીના ઝરા માટે જાણીતું છે. જ્યાં ગુજરાતના જ નહિ પણ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન તથા અન્ય રાજ્યોના ભાવિક ભકતો મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને ઉનાઈ માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
પશુ-પક્ષી અને પ્રાણીઓને જોવા માટે લોકો મોટી સંખ્યામાં અહીં ઉમટે છે. વાંસદા-સાપુતારા રોડ પર આવેલો વાંસદા નેશનલ પાર્ક એ કુદરતના સાંનિધ્યમાં વિહરતા પ્રાણીઓનું નિવાસસ્થાન ગણાય છે. વાંસદા નેશનલ પાર્કમાં ગાઢ જંગલ વચ્ચે જંગલી જનાવરોને નિહાળવાનો મોકો મળે છે. આ જંગલમાં દીપડા, હરણ, વાંદરા, અનેક સાપ, અજગર તથા અન્ય પશુ-પક્ષી-પ્રાણીઓ વસે છે, જેને જોવા-જાણવા-માણવાનો આનંદ અતિ રોમાંચક બની રહે છે.
વાંસદા તાલુકામાં વાંગણ ગામમાં ચોમાસાની ઋતુમાં ડુંગરા પરથી પડતા આંકડા ધોધની મજા માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. જે ભાવિક ભક્તો માટે આસ્થાના પ્રતીક રુપે પ્રસિદ્ધ છે.
અજમલગઢની તળેટીમાં વસેલાં ગામનાં ઘર, વિવિધ પાકના ખેતર, જંગલોને ની૨ખવાં અદ્ભુત લાગે છે. અજમલગઢની ઉત્ત૨ દિશામાં અ૫સ્ટ્રીમમાં કેલિયા ડેમ, સિંચાઈ સરોવ૨નું દ્રશ્ય, સનસેટનું દ્રશ્ય ચી૨સ્મ૨ણીય બની રહે છે. ગઢ ઉ૫૨થી વાપી, શામળાજી હાઈવેના વળાંકો ઊંચા-નીચા રોડ પર દોડતાં વાહનોને નિ૨ખવાં એ ૫ણ એક યાદગાર લહાવો છે. અજમલગઢ ૫૨ ચઢતાં સાગ, વાંસ, ખે૨, મહુડો , સેવન, ટીમરૂ, સી૨સ, અ૨સુડો, બિયો, ધામણ, સાદડ, બીલી, કિલાઈ, હળદવો, જાંબુ, સીમળો, ક૨મદાના વૃક્ષોની વનરાજી અને લતાથી ભ૨પૂર ડુંગ૨ અને તળેટી ભર્યાં-ભર્યાં લાગે છે.
– કેવી રીતે જશો ? ઃ ચીખલી/વાંસદા ડેપોથી ધરમપુર તરફ જતી લોકલ બસમાં કે ખાનગી વાહનમાં ઘોડમાળ અજમલગઢ પહોંચી શકાય છે.
– અંતર કિ.મી. (તાલુકા કક્ષાએથી) ૧૫ કિ.મી.
– મુલાકાતનો સમયગાળો ઃ શનિ-રવિવારે, ઉનાળા, ચોમાસા ઉપરાંત શ્રાવણ માસ
આભાર – નિહારીકા રવિયા તેમજ મહાશિવરાત્રિના દિવસે અહીં ભાવિક ભક્તો, સહેલાણીઓની ભારે ભીડ ઉમટે છે.
જટ્ઠહર્દ્ઘખ્તpેિૈંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
આભાર – નિહારીકા રવિયા