અમરેલીના ચાપાથળ ગામે પુત્રને હોસ્ટેલમાં મુકવા મુદ્દે દંપતીમાં ડખો થયો હતો. જેથી પત્નીને સારું નહીં લાગતાં અનાજમાં નાખવાના ઝેરી ટિકડા પી લીધા હતા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસાઈ એમ. એન. જાદવ વધુ તપાસ કરી રહ્યા છે. બાંબણીયા ગામે એક મહિલાને રાત્રે પાણીની તરસ લાગતા પાણીયારે પાણી પીવા ગયા હતા. અંધારામાં પાણીના બદલે એસિડની બોટલમાંથી ઘૂંટડો ભરી લેતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. અમરેલીના બટારવાડીમાં દુખાવાથી કંટાળીને એસિડ પીનારી પરિણતાનું સારવારમાં મોત થયું હતું.