ચાણસ્મા તાલુકાના ધીણોજના ગંગાપુરા ગામ વિસ્તારમાં રહેલી સવારે આવવારૂ જગ્યામાં ઝાડ પર કાપડનું વસ્ત્ર બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ જાવા મળતા પંથકમાં ચકચાર મચી હતી. આ બાબતે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસનો દોર શરૂ કર્યો હતો.
ચાણસ્માના ધીણોજ ગામ નજીક આવેલ ગંગાપુરા ગામમાં ગુરુવારે વહેલી સવારે અર્ધનગ્ન હાલતમાં અજાણ્યો યુવકગળાફાંસો ખાધેલી હાલતમાં ઝાડ સાથે લટકતો જાવા મળ્યો હતો. ઘટના મામલે પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસ આ સ્થળે આવીને સમગ્ર ઘટના મામલે તપાસનો દોર શરૂ કર્યો છે. હજુ સુધી આ ઈસમની ઓળખ કે ઘટના બાબતે વધુ કોઈ વિગતો બહાર આવવા પામી નથી તપાસના અંતે સત્ય હકીકત બહાર આવશે તેવું સ્થાનિક લોકોના સૂત્રોએ જણાવ્યું હતું.