રાજુલાના ચાંચબંદરે જેટી ઉપર બોટમાં વધારે ગાડી નહીં લઈ જવાનું કહેતા યુવક પર હુમલો કર્યો હતો. બનાવ અંગે મુકેશભાઈ નારણભાઈ જોળીયાએ દિલુભાઈ જીવાભાઈ શિયાળ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમણે પોતાની બોટમાં ચારથી વધારે ગાડીઓ લેવાની ના પાડતાં આરોપીને સારું નહોતું લાગ્યું અને ઉશ્કેરાઈને જેમ ફાવે તેમ ગાળો આપી હતી.
હું જે ધારુ તેમ કરું કહીને ઉશ્કેરાઈ જઈ ગાળો આપી હતી. તેમજ ધક્કો મારી બોટના એન્જીન ઉપર પછાડી છરી બતાવી ધમકી આપી હતી. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.ડી. લાધવા વધુ તપાસ કરી રહ્યા છે.