રાજુના ચાંચબંદર ટીંબા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની હતી. એક સગીરાને બોટાદના રાણપુરનો યુવક અપહરણ કરીને લઈ ગયો હતો. બે વખત શરીર સંબંધ બાંધીને પોલીસ ફરિયાદ થશે તેવી બીકે પરત મૂકી ગયો હતો. બનાવ સંદર્ભે સગીરાના માતાએ બોટાદના રાણપુર તાલુકાના બુબાવાવ (બબુડી) ગામના વિપુલભાઈ રણછોડભાઈ ઓળકીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપી તેમની સગીર પુત્રીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ફોરવ્હીલમાં અપહણ કરી ભગાડી ગયો હતો. તેણી સગીર હોવાનું જાણવા છતાં બે વખત શરીર સંબંધ બાંધી પોલીસ ફરિયાદ થશે તેવી બીકે બે દિવસ બાદ પરત મૂકી ગયો હતો. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ એ.આર. છોવાળા વધુ તપાસ કરી રહ્યા છે.