સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ મંદિરે પૂજા-અર્ચના કર્યા બાદ આ પર્વ પર દેશભરના શિવાલયોમાં યોજાઈ રહેલા કાર્યક્રમોના ભાગરૂપે ચલાલા શહેર ભાજપ દ્વારા અહીંના પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિરમાં ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ‘હર હર મહાદેવ’ના જયઘોષ સાથે મહાદેવની વિશેષ પૂજા-અર્ચના અને મહાઆરતી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દાન મહારાજની જગ્યાના લઘુ મહંત મહાવીર બાપુ અને ધારાસભ્ય જે.વી. કાકડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.