અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા “ઈગલ આઈ ટુ” પ્રોજેક્ટના ભાગરૂપે ચલાલા વિસ્તારમાં કેમેરા સ્થાપિત કરાયા છે. ચલાલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. રતનના નેતૃત્વમાં આ કામગીરી સો ટકા પૂર્ણ થઈ છે. ગ્રામ પંચાયતના સરપંચો, સ્થાનિક આગેવાનો અને દાતાઓના સહયોગથી આ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. આ સામૂહિક પ્રયાસથી ગામડાંઓમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનશે તેમજ ગુનાખોરી પર નિયંત્રણ મેળવી શકાશે.